કૈલાસનાથ મહાદેવમાં મહાશિવરાત્રી (MahaShivratri) ઉજવણી :
(MahaShivratri)મહાશિવરાત્રીનો તહેવાર હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં નવા ચંદ્ર દિવસે ઉજવવામાં આવે છે. તેથી, હિન્દુ સંસ્કૃતિના મહત્વપૂર્ણ દેવ, શિવની પૂજા કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
તે દિવસ પછીથી રાત મહા શિવરાત્રી તરીકે જાણીતી બની અને લોકોએ ઉત્સાહથી શિવની પૂજા શરૂ કરી.
આખા દિવસના કાર્યક્રમો કૈલાસનાથ મહાદેવમાં મંદિરમાં મહાશિવરાત્રીની તૈયારી :
પૂર્વેનો એક દિવસ શિવરાત્રીના એક દિવસ પહેલા મંદિરમાં ફૂલો અને
ફૂલ કલગી બધી તૈયારીઓ કરવામાં આવે છે.
સવાર મંદિર ની આરતી :
સવારે પૂજારી જી દ્વારા કરવામાં આવતી ભગવાન શિવ ની આરતી નો દરેક ભક્ત લાભ ઉઠાવે છે.
ભાંગ પ્રસાદી:
સવારે ૮ વાગ્યા થી ભાંગ પ્રસાદી ની તૈયારીઓ કરવામાં આવે છે .
અમે ફક્ત શુદ્ધ ભાંગ પ્રસાદ કરીએ છીએ. જેથી તેની કોઈ આડઅસર ન થાય.
સમય: 8:30 am-10:00am
ભગવાન શિવની પાલખી યત્રા:
સૌ પ્રથમ, ભગવાન શિવ ની સાથે પાલખી તૈયાર કરવામાં આવે છે. આ પાલખી યાત્રા બપોરે ૧૨ વાગ્યા થી લઇ ને સાંજે ૬ વાગ્યા સુધી કરવામાં આવે છે. આ યાત્રા માં લોકો દ્વારા ભગવાન શિવ ને પોતાના ઘરે આમંત્રણ આપવામાં આવે છે. આ પધરામણી માટે શિવ ભક્તો એ પેહલે થી બુકિંગ કરવાનું રહે છે.
બપોરે શિવ નો શણગાર :
બપોરે ૧ વાગ્યા થી લઇ ને ૫ વાગ્યા સુધી સુંદર ફૂલો દ્વારા ભગવાન શિવ નું મંદિર શિવ ભક્તો ની મદદ થી શણગારવામાં આવે છે.
સમય: 12:00 બપોરે – 4:00 કલાકે
51 દિવા આરતી સંધ્યા સમયે:
પૂજારીજી દરેક મહાશિવરાત્રીમાં 51 દિવાની આરતી કરે છે.
સમય: 7:00 pm – 7:20 pm
સ્થાન: આણંદ, કૈલાસનાથ મહાદેવ
મહાપૂજા:
આખરે મહા આરતી બાદ મહાપૂજા શરૂ થાય છે. લોકોએ આ પૂજાનું પૂજારીજી પાસે નામ નોંધાવવું પડે છે.
સમય: 8:00 pm – 12:00 am