અંબે માતા ની આરતી

અંબે માતા ની આરતી

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા,જ્‍યો જ્‍યો મા જગદંબે

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો.

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા મા જયો જયો.દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)

રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયોએકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)

કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જ્‍યો જ્‍યોબારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)

બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએત્‍હારા છે તુજ મા, જ્‍યો જ્‍યો.
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્‍યો જ્‍યો

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,સિંહ વાહિની માતા, જ્‍યો જ્‍યો

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,ગાઈ શુભ કવિતા જ્‍યો જ્‍યો

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,મૈયા જમુના ને તીરે (2) જ્‍યો જ્‍યો મા જગદંબે.

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરીસોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,મા દયા કરો ગૌરી, જ્‍યો જ્‍યો મા જગદંબે.

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્‍યો જ્‍યો

ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો.

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,જ્‍યો જ્‍યો મા જગદંબે,

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જ્‍યો જ્‍યો
જય બહુચર બાળી મા જય બહુચર બાળી,આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્‍યો જ્‍યો.
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્‍થિતાનમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ 

ગણેશ આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || 

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા || 

દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |કામના કો પૂરી કરો જગ બલિહારી || 


સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો, મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…જય દેવ જય દેવ…


જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..જય દેવ જય દેવ…
ભાવભગત સે કોઈ શરણાગત આવે, સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે, ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ… 


જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ
ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં


કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે… હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…

શિવ આરતી

જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારાબ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા.ॐ હર હર હર મહાદેવ

એકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન…હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ

દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ…તીનો રૂપ નિરખતાં (2) ત્રિભુવન જન મોહે, જય શિવ

અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા…ચંદન મૃગમદ સોહે (2) ભાલે શુભ કારી, ॐ જય શિવ

શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર…સનકાદિક બ્રહ્માદિક (2) ભુતાદિક સંગે, ॐ જય

શિવલક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી..અર્ધાંગી અરુ ત્રિભંગી (2) સિર સોહત ગંગે, ॐ જય શિવ

કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર..જગકર્તા, જગભર્તા (2) જગકા સંહર્તા, ॐ જય શિવ

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત..પ્રણવ અક્ષર મધ્યે (2) યે તીનો એકા, ॐ જય શિવત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ….કહત શિવાનન્દ સ્વામી ! (2) મનવાંછિત ફલ પાવેં, ॐ જય શિવ